સલમાન તેનો જન્મદિવસ પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં ઉજવશે

0
351

મુંબઈ,તા.૨૦
સલમાન ખાન આમ પણ અવાર નવાર તેના પરિવાર સાથે કે તેના પ્રશંસકો સાથે પાર્ટી કરતો નજરે ચડે છે. સલમાન ખાન તેના સ્વભાવને કારણે આમ પણ તેના પરિવાર અને તેની આસપાસના લોકોમાં ખૂબજ લોકપ્રિય છે. સલમાન તેના પરિવાર સાથે અડિખમ ઉભો રહે છે તે વાતથી તેના દર્શકોમાં તે ખુબજ લોકપ્રિય છે. પોતાની રિયલ લાઈફમાં પણ તે તેના ખાસ અંદાજ અને તેના સ્પષ્ટ ગમા અણગમાને લઈને જાણીતો છે.
સલમાન ખાનના પ્રશંસકો આતુરતા પુર્વક તેના જન્મદિવસની રાહ જાઈ રહ્યા છે. ગણતરીના દિવસો બચ્યા છે હવે સલમાન ખાનના જન્મદિવસને હાલ સલમાન ખાન તેની આગામી ફિલ્મ ભારતના શૂંટિંગમાં વ્યસ્ત છે. પણ તેના ૨૭ ડિસેમ્બરે સલમાન ખાનનો બર્થડે છે અને આ ખાસ દિવસ ખુબજ શાનદાર થવાનો છે. સલમાન ખાન આ વર્ષે તેના પરિવાર સાથે નવું વર્ષ મનાવવાનો છે. સમાચાર મળી રહ્યા છે સલમાન ખાન તેના બર્થડે પર શાનદાર પાર્ટી આપવાનો છે. જેમાં તેના મિત્ર પરિજનો તેમજ ફિલ્મી હસ્તીઓ હાજર રહેશે. સાથે સાથે સલમાન ખાન ન્યૂ ઈયર પર તેના ફાર્મ હાઉસ પર ભવ્ય સેલિબ્રેશન કરવાનો છે. રિપોર્ટસ અનુસાર સલમાન પોતાના ફેમિલી સાથે ૨૪ ડિસેમ્બરે પનવેલ સ્થિત ફાર્મહાઉસ પહોંચી જશે. અને ત્યાં જશ્ન મનાવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY