ફરાહ ખાન અને રોહિત શેટ્ટી પોપ્યુલર હિન્દી ફિલ્મની રિમેક બનવાશે

0
9

મુંબઈ,તા.૫
ફિલ્મમેકર ફારાહ ખાનની આગામી ફિલ્મ એક પોપ્યુલર હિન્દી ફિલ્મની રિમેક હશે. તેણે જણાવ્યું કે, આ ફિલ્મ એક મોટી ‘બોલિવૂડ મ્યુઝિકલ’ હશે. રોહિત શેટ્ટી અને ફારાહ ખાન પહેલીવાર એક ફિલ્મ બનાવવા માટે ભેગા થયાં છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી પ્રોડ્યૂસ કરશે અને ડિરેક્ટ ફારાહ ખાન કરશે.
ફારાહ ખાને આ ફિલ્મને લઈને જણાવ્યું કે, રોહિત અને હું બન્ને ખૂબ ઉત્સુક છીએ. અમે એક મોટી બોલિવૂડ મ્યુઝિકલ ફિલ્મ છે જે એકદમ મારા પ્રકારની જ ફિલ્મ છે. રોહિત અને હું કદાચ છેલ્લા બે એવા ફિલ્મમેકર્સ છીએ જે આ પ્રકારની મોટી એન્ટરટેઈનિંગ ફિલ્મો બનાવે છે.
સ્ક્રિપ્ટને લઈને ફારાહે જણાવ્યું કે, ‘સ્ક્રિપ્ટ ઓલમોસ્ટ તૈયાર છે અમે બસ તેને પૂરી કરવા પર જ છીએ. આ એક રિમેક છે. અમે તે ઇન્ડિયન મૂવીના રાઇટ્‌સ ખરીદી લીધા છે.’ સૂત્રો મારફતે એવી માહિતી મળી રહી છે કે, આ ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રિમેક હશે. જોકે, આ વાતને લઈને હજુ કોઈ કન્ફર્મેશન નથી મળ્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY