બેંકનું સીલ તોડી નાંખી પરિવારે મિલ્કત પર કબજા જમાવી દીધો બેંક સત્તાધિશો સ્થળ પર પહોંચતા પરિવારે ઝેર પીવાની ધમકી આપી

0
37

સુરત, તા.૬
બેંકની લોન ભરપાઈ નહીં કરતા બેંકે મિલ્કતને સીલ મારી દીધું હતું. પરિવારે આ સીલ તોડી કબજે જમાવી દીધો હતો. બેંકના અધિકારી તપાસ કરવા જતાં પરિવારે ઝેર પી લેવાની ધમકી આપી હોવાનો બનાવ સરથાણા પોલીસ મથકે નોંધાયો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાસોદરા સાંઈ શ્રદ્ધા રો હાઉસમાં રહેતાં સાવલીયા મથુર ભગવાનભાઈ, જયાબેન મથુરભાઈએ પોતાના ઘર ઉપર આઈસીઆઈસીઆઈ બેંકમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ નહીં કરતા બેંકે મિલ્કતને સીલ મારી દીધું હતું. આરોપી દંપતિએ બેંકનું સીલ તોડી કબજા જમાવી દીધો હતો. બેîકના આસીસ્ટન્ટ મેનેજર સર્વે કરવા જતાં આરોપીએ ‘જા તમારી સંસ્થાના કોઈ માણસો અમારા ઘરે આવશે તો અમો પરિવારના તમામ સભ્યો ઝેરી દવા પી લઈશું.’
આ અંગે બેંકના સતીષકુમાર કૃષ્ણમૂર્તિ ઐયરે ફરિયાદ નોંધાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY