શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સ ૧૭૭ પોઇન્ટ અને નિફ્ટી ૬૭ પોઇન્ટ વધી બંધ

0
342

મુંબઇ,તા.૫
શેરબજારમાં દિવસના અંતે ઉછાળો જાવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ ૧૭૭.૫૧ અંક એટલે કે ૦.૪૬ ટકા વધીને ૩૮,૮૬૨.૨૩ પર અને નિફ્ટી ૬૭.૯૫ અંક એટલે કે ૦.૫૯ ટકા વધીને ૧૧,૬૬૫.૯૫ પર શેરબજાર બંધ થયું છે. આજે શેરબજારની શરૂઆતમાં નજીવો વધારો જાવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ ૯૬.૭૩ અંક એટલે કે ૦.૨૫ ટકા વધીને ૩૮,૭૮૧.૪૫ પર અને નિફ્ટી ૪૦.૪૦ અંક એટલે કે ૦.૩૫ ટકા વધીને ૧૧,૬૩૮.૪૦ પર શેરબજાર ખુલ્યું હતુ. ગઇકાલે શેરબજારમાં બેંક અને આઇટી શેરએ બજારનો મૂડ બગાડ્યો હતો. રૂપિયાના પછડાટે પણ વાતાવરણ બગાડ્યું હતુ. તેમજ મિડ અને સ્મોલ કેપ શેર પણ દબાણમાં હતા.
ગઇકાલે દિવસના અંતે માર્કેટમાં નિરાશા વ્યાપી ગઇ હતી. કારણ કે સેન્સેક્સ -૧૯૨.૪૦ અંક એટલે કે ૦.૪૯ ટકા ધટીને ૩૮,૬૮૪.૭૨ પર અને નિફ્ટી -૪૫.૯૫ અંક એટલે કે ૦.૩૯ ટકા ધટીને ૧૧,૫૯૮.૦૦ પર શેરબજાર બંધ થયું હતુ.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે પણ શેરબજારની શરૂઆત નજીવા વધારા સાથે થઇ હતી. જેથી શેરબજારમાં નિરાશા જોવા મળી હતી. દિવસના અંતે શેરબજાર પછડાયું હતુ. જ્યારે આજે શેરબજારમાં વધારો જાવા મળ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY