મુંબઈ,તા.૮
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર તેની ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તેનાં ફેન્સને પણ તેની તસવીરોનો ઇન્તેઝાર રહે છે. હેટ સ્ટોરી-૩ની આ એક્ટ્રેસે તેની નવી ફોટો શેર કરી છે. જેમાં તે બાથરૂમમાં મોનીકોની પહેરીને નહાતી નજર આવે છે. આ તસવીરમાં ઉર્વશી મેકઅપ સાથે નજર આવે છે. જેને કારણે ટ્રોલર્સે તેને સવાલ કર્યા છે. ઉર્વશીની તસવીર પર એક ટ્રોલરે લખ્યુ છે કે, ‘મેકઅપ કરીને કોણ નહાય છે.’ આપને જણાવી દઇએ કે ઉર્વશીએ આ ફોટોશૂટ મેકિસમ મેગેઝિન માટે કરાવ્યું છે. જેમાં તે બેબી પિંક કલરની મોનિકોનીમાં નજર આવે છે.
ઉર્વશીની પિંક મોનોકોની વાળી તસવીર એટલી વાયરલ થઇ ગઇ છે કે તેમાં એક કલાકમાં દોઢલાખથી વધુ લાઇક્સ આવી ગયા છે. આ ફોટો પર ફેન્સ ખુબજ કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



