કલંકનું સોન્ગ ‘તબાહ હો ગયે..’ રિલીઝ

0
5

મુંબઈ,તા.૯
કરણ જાહરની મચ અવેઇટેડ ફિલ્મ ‘કલંક’ ૧૭ એપ્રિલનાં રોજ રિલીઝ થઇ રહી છે. ‘કલંક’નું સોન્ગ ‘તબાહ હો ગયે’ રિલીઝ થયાનાં બે કલાકની અંદર જ સાડા ત્રણ લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે. આ સોન્ગમાં માધુરી દીક્ષિતનો સુંદર ડાન્સ જોવા મળઈ રહ્યો છે.
આ સોન્ગ શ્રેયા ઘોષાલે ગાયુ છે જેને મ્યૂઝિક પ્રીતમે આપ્યુ છે. અમિતાભ ભટ્ટાચાર્યે તેનાં લિરિક્સ લખ્યા છે. સરોજ ખાન અને રેમો ડિસૂઝાએ તેની કોરિયોગ્રાફી કરી છે.
ફેન્સે તો અહીં સુધી કહી દીધુ કે, વિશ્વાસ નથી થઇ રહ્યો કે, મેકર્સે માધુરી દીક્ષિતને આટલું ગંદુ સોન્ગ કેવી રીતે આપ્યું, એક યુઝરે લખ્યુ કે, આ સોન્ગ એકદમ બેકાર છે. ફિલ્મનાં તમામ સોન્ગ કોઇ જુની ટ્યૂન પર બેઝ્ડ છે. તો અન્ય એક યૂઝરે લખ્યુ કે, દરેક પ્રયાસ કરે છે પણ સંજય લીલા ભણસાલી જેવો જાદૂ ક્રિએટ નથી કરી શકતા. સોન્ગનું મ્યૂઝિક અને લિરિક્સ કંઇજ મેચ નથી થઇ રહ્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY