ક્રિસમસ પહેલા જ મહારાષ્ટ્રમાં ચર્ચ પર હુમલો, ચારની હાલત ગંભીર

0
8

મુંબઈ,તા.૨૫
ક્રિસમસના બે દિવસ પહેલા જ મહારાષ્ટ્રના કોલ્હાપુરના ન્યૂ લાઈફ ફેલોશિપ ચર્ચ પર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ચર્ચમાં પ્રાર્થના કરી રહેલા લોકો પર તલવાર, સળિયા, બોટલો સાથે હુમલો કરાયો હતો.જેમાં ઘાયલ થયેલા લોકોનો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.જેમાં ચારની હાલત ગંભીર છે.
ચર્ચમાં સવારે ૧૦ વાગ્યે પ્રાર્થના શરુ થઈ હતી અને તે જ વખતે ૧૫ થી ૨૦ લોકો બાઈક પર આવ્યા હતા.તેમની પાસે હથિયારો પણ હતા.પહેલા તેમણે ચર્ચ પર પથ્થરમારો કર્યો હતો અને પછી તેઓ અંદર ઘુસી ગયા હતા.
હુમલાખોરોએ ચર્ચમાં ધર્મ પરિવર્તન ચાલતુ હોવાનો આરોપ મુક્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY