ન્યુ દિલ્હી,તા.૧૯
રાજધાની ત્રિપોલી પર કબજા મેળવવા બાબતે લીબિયાની સેના અને બળવાખોર જનરલ હફ્તારની લીબિયન નેશનલ આર્મી વચ્ચે ચાલી રહેલ સંઘર્ષમાં અત્યાર સુધીમાં લગભગ ૨૦૫ લોકોનાં મૃત્યુ થયાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ) એ ગુરૂવારે એક ટિવટ કરી આ માહિતી આપી છે. આ દરમિયાન ભારતે લીબિયામાં પોતાના નાગરિકોને શકીય હોય એટલી બધી જ મદદ કરવાનું જણાવ્યું છે.
ડબ્લ્યૂએચઓના જણાવ્યા અનુસાર, ત્રિપોલી પર કબજા મેળવવા બાબતે સેના અને હફ્તારના વફાદાર સૈનિકો વચ્ચે ૪ એપ્રિલથી લડાઇ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ ૨૦૦ કરતાં વધારે લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે અને ૯૧૩ લોકો ઘાયલ થયા છે, જેમનો વિવિધ હોસ્પિટલ્સમાં ઇલાજ ચાલી રહ્યો છે. લીબિયાના સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીના મૃત્યુ બાદ આ ઉત્તર આફ્રીકી દેશ સતત આંતરિક હિંસા સામે લડી રહ્યો છે.
ફૈયલ અલ સિરાજના નેતૃત્વની લીબિયાની સરકાર અને સેનાને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન મળ્યું છે. આ દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરી ત્રિપોલીમાં રહેતા ભારતીય નાગરિકોને શકીય હોય એટલી બધી જ મદદ કરવાનો દિલાસો આપ્યો છે. સાથે-સાથે વિદેશ મંત્રાલયે મદદ માટે બે હેલ્પલાઇન નંબર પણ બહાર પાડ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





