મુંબઈ,તા.૨૬
૨૪ વર્ષનાં એક ક્રિકેટરને ક્રિકેટ રમતા મેદાનમાં જ છાતીમાં દુખાવો ઉપડ્યો અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઇ જવા માટે આવ્યો હતો પણ ત્યાં તેનું મૃત્યુ પામ્યો હતો.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ૨૪-વર્ષનાં વૈભવ કેસરકર ટેનિસ બોલ ક્રિકેટ મેચ રમતો હતો. તે ક્રિકેટ રમતો હતો ત્યારે અચનાક જ મેદાનમાં છાતીમાં દુખાવો ઉપડતા તેને મુંબઇનાં ભાંડુપમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જા કે, ત્યાં સારવાર કારગત નિવડી ન હતી.
તેની સારવાર કરનાર ડો. સત્યેન ભાવસારે કહ્યું કે, તેનુ મૃત્યુ કુદરતી કારણોથી થયુ હતુ. તેના પાર્થિવ દેહને તેની પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.”
વૈભવ કેસરકર મુંબઇમાં સ્થાનિક ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રેગ્યુલર રમતો હતો. ક્રિકેટરનાં મૃત્યુનાં સમાચારથી તેના મિત્ર વતૃળમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



