સેંટ પિટર્સબર્ગ,તા.૩૦
અમેરિકા અને રશિયા વચ્ચે જ્યારે કોલ્ડ વોર ચાલતુ હતુ ત્યારે બંને દેશો એક બીજા પર જાસૂસી કરવાની એક પણ તક જતી કરતા નહોતા.
તે વખતે તો એવુ પણ કહેવાતુ હતુ કે જાસૂસી કરવા માટે રશિયાએ દરિયાઈ પ્રાણીઓને પણ તાલીમ આપી છે. જાકે આ મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.
કારણકે નોર્વેના દરિયા કિનારે એક સફેદ વ્હેલ માછીમારોને જાવા મળી છે. જેના ગળામાં કેમેરા લટકાવેલો હતો. આ વ્હેલ જહાજ તરફ આગળ વધી રહી હતી. વેલગા તરીકે ઓળખાતી સફેદ વ્હેલનો આકાર માત્ર ૨૦ ફૂટનો હોય છે. વ્હેલ ફેમિલીમાં તે સૌથી નાના કદની વ્હેલ છે. સામાન્ય રીતે તે આર્કટિક સમુદ્રામાં જાવા મળે છે.
વ્હેલના ગળા પર જે પટ્ટો છે તેના પર સેંટ પિટર્સબર્ગનો માર્કો પણ છે. નિષ્ણાતોનુ કહેવુ છે કે, રશિયા પાસે સંખ્યાબંધ વ્હેલ માછલી સંરક્ષિત છે અને તેમાંથી કેટલીક વ્હેલને રિલિઝ કરવામાં આવી હોય તો નવાઈ નહી.
આ પહેલા રશિયા કોલ્ડ વોર દરમિયાન ડોલ્ફિનનો ઉપયોગ સબમરીનુ પગેરુ મેળવવા માટે તેમજ દરિયામાં બીછાવાયેલી માઈન્સ શોધવા કરીચુકિયું છે. અમેરિકાએ પણ ૧૯૯૦માં બેલાગસ અને ડોલ્ફિન જેવા સમુદ્રી જીવોને તાલીમ આપી હતી.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને દરિયાઈ જીવોને જાસૂસી માટે ઉપયોગમાં લેવાના કાર્યક્રમની ફરી શરુઆત કરાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



