મુંબઈ,તા.૩૦
બોલીવુડમાં આજકાલ બાયોપિક ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે. નેતાઓથી લઇને મહાન હસ્તિઓ, ખેલાડીઓ અને એક્ટર્સના જીવનને રૂપેરી પડદે દર્શાવવાની જાણે કે હોડ લાગી છે. પરંતુ આ વચ્ચે એવી ખબર મળી રહી છે જેને સાંભળીને તમે દંગ રહી જશો. મીડિયા રિપોટ્ર્સ અનુસાર બળાત્કારના દોષી આસારામ બાપુ પર બાયોપિક બનાવવાની તૈયારી ચાલી રહી છે.
ગેંગ્સ આૅફ વાસેપુર, તનુ વેડ્ઝ મનુ, શાહિદ અને ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જેવી ફિલ્મોને પ્રોડ્યુસ કરી ચુકેલા સુનીલ બોહરા હવે આસારામની બાયોપિક બનાવવા માંગે છે. આ ફિલ્મ જર્નાલિસ્ટ ઉશીનર મજમૂદારે લખેલા પુસ્તક ‘ગાડ આૅફ સિન : ધ કલ્ટ, ધ ક્લાઉટ એન્ડ ડાઉનફાલ આૅફ આસારામ બાપુ’ પર આધારિત હશે.
સુનીલે જણાવ્યું કે, મે પુસ્તક વાંચ્યુ છે અને હું પીસી સોલંકીથી ઘણો પ્રભાવિત થયો જેમણે પીડિય યુવતીનો ફ્રીમાં કેસ લડ્યો અને તેને ન્યાય પણ અપાવ્યો. આ કેસ સાથે સંબંધિત સુરત અને જાધપુર જેલની બે મહિલા પોલીસ અધિકારીઓએ મને બાયોપિક બનાવા માટે પ્રેરિત કર્યો. મારી નજરમાં તે અસલી હીરો છે. અમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




