રિશી કપૂર હવે ‘કેન્સર મુક્ત’ થયા

0
5

મુંબઈ,તા.૩૦
પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મમેકર રાહુલ રવૈલે પોતાની ફેસબુક પોસ્ટમાં અભિનેતા રિશી કપૂરની તબિયત અંગેના અપડેટ જારી કર્યા છે. તેમણે રિશી કપૂર સાથેની એક જૂની તસવીર શેર કરીને લખ્યું છે કે ‘રિશી કપૂર (ચિંટુ)’ કેન્સર મુક્ત છે. રિશી કપૂરની બીમારી અંગે કોઈ માહિતી આપવામાં આવી હોય તેવી આ પ્રથમ પોસ્ટ છે. જાકે હજી સુધી રિશી કપૂરના પરિવારે એકટરની બીમારી અંગે કોઈ માહિતી આપી નથી. આ અગાઉ રણધીર કપૂરે પોતાના ભાઈ રિશીને કેન્સર થયું હોય તેવા તમામ રિપોર્ટનું ખંડન કર્યું હતું.
રિશી કપૂરે ગયા વર્ષે ૨૯મી સપ્ટેમ્બરે ટ્‌વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ અમેરિકામાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે જઇ રહ્યા છે પરંતુ તેમને કઇ બીમારી છે તેની કોઇ માહિતી તેમણે કે તેમના પરિવારે આપી ન હતી. જ્યારથી રિશી ન્યૂયોર્ક ગયા છે ત્યારથી તેમની પત્ની નીતુ કપુર તેમની સાથે જ છે. રણબીર કપૂર પણ પિતાની તબિયત પૂછવા માટે ન્યૂયોર્ક જતો રહે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY