ગણેશ વિસર્જન માટે ૨૨થી ૨૪ સપ્ટેમ્બર કમ કોઝવે બંધ રહેશે

0
8

સુરત,તા.૧૯
સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધના અમલ માટે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કામગીરી કરી રહી છે. ગણેશ વિસર્જન દરમિયાન તાપી નદીમાં વિસર્જન ન થાય તે માટે ૨૨થી ૨૪ સપ્ટેમ્બર રાખવાનો જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
સુરત મહાનગર પાલિકા કમિશનર અને એક જાહેરનામુ બહાર પાડયુ છે. આ જાહેરનામામાં જણાવાયું છે કે ૨૨ સપ્ટેમ્બરે રાત્રીના દસ વાગ્યાથી ૨૪ સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યા સુધી સિંગર અને રાનેરને જાડતો વિયર કમ કોઝવે ટ્રાફિક માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. જા કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો એની સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે એવું પણ જણાવાયું છે. ગણેશ વિસર્જનની કામગીરી દરમિયાન કોઝવે બંધ રાખવાનો હેતુ એ છે કે કોઈ વ્યક્તિ કોઝવેની અંદર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી શકે નહીં.
તાપી નદીમાં ગણેશજીના પ્રતિબંધનો અમલ કરવા માટેની કામગીરી થઇ રહી છે. કોઝવેના પાણીમાં કોઈપણ વ્યÂક્ત સરળતાથી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી શકે તેમ હોવાથી સુરત મહાનગરપાલિકાએ તકેદારીના ભાગરૂપે નિર્ણય કર્યો છે. ગણેશ વિસર્જનની કામગીરી પૂરી થયા બાદ ૨૪મીએ ૧૦ઃ૦૦ ટ્રાફિક માટે પૂર્વવત કરી દેવાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY