મુંબઇ,તા.૧
શ્રીલંકામાં ગયા અઠવાડિયે થયેલ શ્રેણીબદ્ધ બોંબ ધડાકા બાદ સરકારે તાત્કાલીક ધોરણે સમગ્ર દેશમાં ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેનો અહેવાલ આપતા શિવસેનાએ પણ ભારતમાં બુરખા પર પ્રતિબંધ લાવાવની માંગ કરી છે. શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દેશમાં બુરખા અને ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ લાવવાની માંગ કરી છે.
શિવસેનાના મુખપત્ર ‘સામના’માં તંત્રીલેખ લખવામાં આવ્યો હતો. આ લેખનું શિર્ષક હતું કે, વડાપ્રધાન મોદીને સવાલઃ ‘રાવણની લંકામાં જે થયું, એ રામની અયોધ્યામાં કિયારે થશે?’ શિવસેનાએ ફ્રાન્સ, બ્રિટન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ આપતા કહ્યુ કે જો આ બધા દેશ આતંકી હુમલા બાદ બુરખા પર પ્રતિબંધ લગાવી શકતા હોય તો ભારતમાં પણ દેશનાં ભલા માટે બુરખા પર પ્રતિબંધ કેમ ન લગાવી શકાય. આ લેખમાં કહેવામાં આવ્યું છે કે મોટા ભાગની મુસ્લિમ મહિલાઓ પણ બુરખાની વિરુદ્ધમાં જ છે.
આ સાથે તેમણે કહ્યુ કે, ભીષણ બોંબ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં બુરખા અને ચહેરો ઢાંકતા તમામ પ્રકારની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે. અમે તેમના આ નિર્ણયને આવકારીએ છીએ અને વડાપ્રધાન મોદીને પણ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિનાં પગલે ચાલતા ભારતમાં પણ બુરખા અને ચહેરો ચહેરો ઢાંકવા પર વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




