‘ફની વાવાઝોડા’ના પગલે ઓરિસ્સામાં યલો એલર્ટ : શાળા-કાલેજામાં રજા જાહેર

0
8

ભૂવનેશ્વર,તા.૧
ચક્રવાતી વાવાઝોડું ફેની વધારે જાખમી થતું જાય છે. શુક્રવારે બપોરે વાવાઝોડું ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ઓરિસ્સાના દરિયા કિનારે પહોંચી જવાની શકીયતા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ફેનીના કારણે ઓરિસ્સામાં યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. બીજી બાજુ ચૂંટણી પંચે અહીં ૧૧ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાના હેતુથી આચાર સંહિતા હટાવી લીધી છે.
ઓરિસ્સા તટથી અથડાતી વખતે ફેનીની સ્પીડ ૧૭૫થી ૧૮૫ કિમી પ્રતિ કલાકની આસપાસ હશે અને તે વધીને ૨૦૫ કિમી પ્રતિ કલાકની સ્પીડે પણ પહોંચી શકે છે. બૌધ, કાલાહાંડી, સંબલપુર, દેવગઢ અને સુંદરગઢ સહિત અમુક જગ્યાએ ભારે વરસાદની શકિયતા છે. આ દરમિયાન ઓરિસ્સામાં એલર્ટ જાહેર કરીને ૨ મેથી સ્કૂલો-કોલેજા બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હવામાન વિભાગે આ રાજ્યોના દરિયાઈ વિસ્તારો ખાલી કરવાના આદેશ આપી દીધા છે. હવામાન વિભાગે ખાસ કરીને ૨ મેથી ૪ મે સુધી માછીમારોને ઉંડા દરિયામાં ન જવાનો આદેશ આપ્યો છે.
ચક્રવાતી વાવાઝોડું ફેનીથી બચવા માટે ઓરિસ્સાની દરેક સ્કૂલ અને કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ૨ મેથી આગામી કોઈ આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી સ્કૂલ-કોલેજામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દરેક પરીક્ષાઓની તારીખ પણ આગળ વધારવામાં આવી છે.
મુખ્યમંત્રી નવીન પટનાયકે ચીફ ઈલેક્શન કમિશ્નરને અપીલ કરી છે કે, પટકુરા વિધાનસભા વિસ્તારમાં ૧૯ મેના રોજ થનારી ચૂંટણીની પણ તારીખ આગળ વધારી દેવામાં આવે. નવીન પટનાયક તરફથી લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ફેની વાવાઝોડાના કારણે રાજનગર બ્લોકમાં ભૂસ્ખલનની શકિયતાઓ વધી ગઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY