કાશ્મીર-હિમાચલમાં બરફવર્ષા, મધ્યપ્રદેશના નીમચમાં કરા પડ્યા, જૈસલમેરમાં વરસાદ

0
17

કલ્પા અને કેલોંગમાં પારો શૂન્ય ડિગ્રી નીચે
ન્યુ દિલ્હી,તા.૨૧
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં રવિવારે રાતથી જ બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં કરા પડ્યા છે જ્યારે રાજસ્થાનના જૈસલમેરમાં વરસાદ થયો છે. હવામાનમાં થયેલા આ ફેરફારના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. મેદાન વિસ્તારમાં પણ આગામી એક બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્્યતા છે.
જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં સોમવારે થયેલી બરફવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર રાજમાર્ગ બંધ થઈ ગયો છે. પરિવહન વિભાગે યાત્રીઓને સલાહ આપી છે કે જમ્મુ અને શ્રીનગરમાં ડિઝાસ્ટર હેલ્પલાઈન પાસેથી માહિતી લીધા વગર ઘરની બહાર ન નીકળે. હવામાન વિભાગનો અંદાજ છે કે, કાશ્મીર ખીણમાં મંગળવાર સુધી સામાન્ય બરફવર્ષા અને જમ્મુના સંભાગમાં વરસાદ થઈ શકે છે.
હિમાચલ પ્રદેશમાં ઘણાં વિસ્તારોમાં રવિવારે મોડી રાતથી બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. તેના કારણે અહીંનું તાપમાન શૂન્યની નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં બુધવાર સુધી બરફવર્ષા અને વરસાદનો અંદાજ છે. રવિવાર રાતથી કલ્પામાં ૧.૨ સેન્ટીમીટર અને લાહોલ-સ્પીતિ જિલ્લાના મુખ્યાલય કેલોંગમાં આઠ સેન્ટીમીટર બરફ નોંધવામાં આવ્યો છે.
શિમલામાં વાદળછાયું વાતાવરણ છે અને અહીં સોમવાર સુધી ન્યૂનતમ તાપમાન ૬.૯ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.કેલોંગમાં ન્યૂયનતમ તાપમાન માઈનસ ૩.૨ ડિગ્રી, કલ્પામાં માઈનસ ૧.૨ ડિગ્રી, મનાલીમાં ૧.૬ ડિગ્રી, ડલહૌજીમાં ૨.૨ ડિગ્રી, કુફરીમાં ૩.૧ અને ધર્મશાલામાં ૫.૨ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. લાહોલ-સ્પીતિ,કિન્નૌર, કુલ્લુ, શિમલા અને ચંબા જિલ્લામાં ઉંચાં પહાડો પર મધ્યમ બરફવર્ષા થવાની શક્યતા છે. આગામી બે દિવસ સુધીમાં સમગ્ર વિસ્તારમાં મધ્યમથી ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. લોકોને ઉંચા પહાડો પર ન જવાની સલાહ આપવામાં આવી છે.
ચક્રવાતી હવાઓના કારણે મારવાડમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જાધપુરમાં પણ વાજળછાયું વાતાવરણ છે. જ્યારે જૈસલમેરમાં સામાન્ય વરસાદ જાવા મળ્યો છે. રામગઢમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY