કરીના સાથે બોલતા પહેલા બે વાર વિચારું છુંઃ દિલજિત દોસાંઝ

0
5

મુંબઈ,તા.૨
પંજાબી ગાયક અભિનેતા દિલજિત દોસાંઝે હવે કાઇલી પ્લસ કરીના ગીત આલ્બમ રિલિઝ કરીને કરીના કપૂર ખાન પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કર્યુ હતું.
દિલજિતે કરીના કપૂર સાથે ઊડતા પંજાબ ફિલ્મ કરી હતી. એ સમયે કરીનાએ કહ્યું હતું કે દિલજિત એકદમ અંતર્મુખ વ્યક્તિ છે. થોડા શરમાળ પણ છે. સેટ પર બહુ વાતો કરતા નહોતા.
દિલજિતે કહ્યું કે ઊડતા પંજાબ ફિલ્મ પૂરી થવા આવી ત્યારે કરીના આ ગીત સાંભળવા ઉત્સુક હતી પરંતુ મારી પાસે એ સમયે આ ગીત હાથમાં નહોતું. એટલે સંભળાવી ન શક્યો. મેં આ ગીત રિલિઝ કર્યું ત્યારે તેમણે (કરીનાએ) ઉદારતા દાખવી અને આ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર શૅર કરી. મને કરીના માટે ખૂબ માન છે એટલે એમની સાથે કદી મોકળાશથી વાત કરી નથી શકતો. એમની સાથે વાત કરવા પહેલાં બે વાર વિચાર કરું છું કે બોલવામાં કોઇ શરતચૂક ન થઇ જાય જેથી કરીના નારાજ થઇ જાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY