પ્રિયંકાને મળી ગઇ જેઠાણી, નિક જોનાસના ભાઇએ કર્યા લગ્ન

0
45

ન્યુયોર્ક,તા.૨
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના જેઠ અને નિક જોનાસના ભાઇ જો જોનાસ અને સોફી ટર્નરે લગ્ન કરી લીધા છે. આ લગ્ન લાસ વેગાસમાં થઇ હતા. સોફી અને જો બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ માટે ઓળખાય છે. બુધવારે પહેલી મેની રાત્રે બંને અહીં હતા.
ત્યારબાદ એક સરપ્રાઇઝ વેડિંગ સેરેમીમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. ડીઝે ડિપ્લોએ આ લગ્નનો એક વીડિયો શેર કર્યો હતો. સોફી વ્હાઇટ ગાઉનમાં દુલ્હનની જેમ શણગારેલી ખુબજ સુંદર લાગે છે. જો અને સોફી વર્ષ ૨૦૧૬ પાસે એક બીજા સાથે ડેટ કરી રહ્યા હતા. ૨૦૧૭માં તેમણે સગાઇ કરી લીધી હતી. પોતાના સંબંધને એક સ્તર આગળ વધાર્યું હતું.
ઉલ્લેખનીય છે કે નીક અને પ્રિયંકાના લગ્નમાં પણ બંને હાજર હતા. જોકે, ત્યારે તેમને સાથે જોઇને બધાને જ બંનેના લગ્નની આતુરતા હતા. જે હવે પૂરી થઇ છે. આ એક એવી સરપ્રાઇઝ હતી જેની કોઇને પણ ગંધ ન્હોતી આવવા દીધી. એક તરફ જા અને સોફીના લગ્ન સમાચારોમાં રહે છે ત્યારે નિક અને પ્રિયંકાની એક કિસ વાયરલ થઇ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY