સ્લો મોશનમાં દિશા પટણીના લુક માટે હેલનમાંથી પ્રેરણા લેવાઈ

0
6

મુંબઈ,તા.૩
અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતના ગીત ‘સ્લો મોશન’માં સલમાન ખાન અને દિશા પટણી વચ્ચે જાવા મળતી કેમેસ્ટ્રી ખૂબ ચર્ચામાં છે. ગીતમાં અભિનેત્રીનો લુક આશ્વર્યજનક રીતે હેલન સાથે મેચ થાય છે. દિશા માટે આ લુકને ડિઝાઇન કરનાર એશલે રેબેલોએ આ વિશે વાત કરતી વખતે કહ્યું કે દિશાનો લુક ડિઝાઇન કરતી વખતે, ૬૦ના દાયદાની અન્ય અભિનેત્રીઓ જેમ કે નંદા અને આશા પારેખની સાથે-સાથે ત્રીસરી મંજીલમાંથી ચાર્ટબસ્ટર ગીત ”ઓ હસીના જુલ્ફોવાલી” અને હાવડામાંથી ”મેરા નામ ચિન ચિન ચૂ” જેમ કે ક્લબ ડાંસરની છબિ તેમના મગજમાં હતી.
દિશાના લુક માટે હોલીવુડ ફિલ્મ અને રૂસી સર્કસમાંથી પણ સંદર્ભ લેનાર એશલે કહે છે, ”અમે આ ગીતો માટે તૈસેલ્સથી માંડીને હેરસ્ટાઇલ સુધી બધી વસ્તુઓ પર ખૂબ બારીકાઇપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે. અલી આ વિશે ખૂબ સ્પષ્ટ હતુ કે તેમનો લુક ભડકાઉ હોવાના બદલે, સેંસુયસ અને ક્લાસી થવું જોઇએ.”

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY