મુંબઈ,તા.૩
અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામર્સ ઓફ ધ યર ૨૦૧૯ બન્યા છે. આ ત્રણેય અભિનેત્રીઓ સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ વ્યસ્ત અને સક્રિય રહી હતી. ૩૯ કરોડ ફોલોઅર્સ સાથે આ ત્રણેય અભિનેત્રીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મોસ્ટ ફોલોડ એકાઉન્ટના રૂપમાં ઉભરી આવ્યા છે. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી એંગેજ્ડ એકાઉન્ટ ઓફ ધ યરના રૂપમાં ઉભરી આવ્યો છે.
દીપિકાએ એક નિવેદનમાં કહ્યું કે, હું લોકો સાથે જીવવા, હસવા, પ્રેમ કરવા અને એમની સાથે ખુશી શેયર કરવા માટે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર આવું છું. આ બધુ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે અને હું એમના પ્રેમ માટે આભારી છું.
વર્ષ ૨૦૧૮માં સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાનું ડેબ્યુ કર્યું હતું. વર્ષ દરમિયાન તે શાનદાર રૂપથી પોતાના ફેન્સ વધારતી રહી અને તે રાઇઝીંગ સ્ટાર એવોર્ડ જીતી.
સારા કહે છે કે, ઇન્સ્ટાગ્રામ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં મને એ વાતની અનુમતિ મળે છે કે હું જેવી છું અને રહું છું એ આ માધ્યમથી સીધી રીતે દર્શકો સાથે પહોંચી શકું છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



