‘હ્યુમન કમ્પ્યુટર’ શકુંતલા દેવીની બાયોપિકમાં વિદ્યા બાલન ચમકશે

0
8

મુંબઈ,તા.૮
વિદ્યા બાલન શકુંતલા દેવી જેને લોકો ‘હ્યુમન કમ્પ્યુટર’ તરીકે પણ ઓળખે છે તેની બાયોપિકમાં કામ કરશે. આ ફિલ્મને અનુ મેનન ડિરેક્ટ કરશે જેમણે ‘એમેઝોન પ્રાઈમ’ પરની ‘ફોર મોર શોટ્‌સ પ્લીઝ’ વેબ સિરીઝ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને ‘એરલિફ્ટ’, ‘બેબી’, ‘ટોઇલેટ- એક પ્રેમ કથા’ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી ચૂકેલા વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યૂસ કરશે. ગણિતના મહારથી ગણાતાં શકુંતલા દેવીની લાઈફ સ્ટોરીને દર્શાવતી આ ફિલ્મનું શૂટિંગ વર્ષનાં અંતમાં શરૂ થશે અને ૨૦૨૦માં ઉનાળામાં ફિલ્મ રિલીઝ થશે.
શકુંતલા દેવી રાઇટર અને મેન્ટલ કેલ્ક્યુલેટર હતા. ગણતરીઓમાં તે એટલા માસ્ટર હતાં કે માત્ર ૫ વર્ષની ઉંમરે તેમણે ૧૮ વર્ષનાં વિધાર્થીઓનાં દાખલા સોલ્વ કરી દીધાં હતાં. તેમણે કોઈ ફોર્મલ એજ્યુકેશન લીધું ન હોવા છતાં તેમનાં ટેલેન્ટનાં કારણે તેઓએ ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું હતું. ૧૯૮૨ના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ એડિશનમાં તેમને પોતાની ઝડપી ગણતરીની આવડતથી નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત તેઓ એસ્ટ્રોલોજર અને નોવેલિસ્ટ પણ હતાં. તેમની પહેલી બુક ‘ધ વર્લ્ડ ઓફ હોમોસેક્સ્યુઅલ’ને ભારતમાં હોમોસેક્સ્યુઆલિટીની પહેલી સ્ટડી તરીકે ગણવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY