જેટ એરવેઝે એસબીઆઈ પાસે માંગી ૧૫૦૦ કરોડની શોર્ટ ટર્મ લોન

0
2

મુંબઈ,તા.૩૧
ખોટ કરતી એરલાઈન્સ જેટ એરવેઝ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે રૂપિયા ૧૫૦૦ કરોડની શોર્ટ ટર્મ લોનની માંગણી કરી છે. આ મૂડી તેને વર્કિંગ કેપિટલ તરીકે જાઈતી હોવાનું જણાવાયું છે. સૂત્રોએ જણાવ્યું છે કે કર્મચારીઓના પગાર સહિતની કેટલીક ચૂકવણીઓ કરવા માટે આ લોન જાઈએ છે. આગામી સમયગાળામાં સ્ટ્રેટેજિક પાર્ટનર અને મિડલ ઈસ્ટ કેરિયર ઈતિહાદ કે જે ૨૪ ટકા હિસ્સો ધરાવે છે તે આ માટે ગેરન્ટી આપશે. જો કે ઈકરા દ્વારા જેટ એરવેઝનું રેટિંગ ડાઉન કરવામાં આવ્યું છે. હવે તે મ્ ગ્રેડમાંથી ઝ્ર ગ્રેડ કરી દેવામાં આવ્યો છે.
ખાસ નોંધનીય એ છે કે લોન મેળવવાની વાતચીત એવા સમયે કરવામાં આવી છે જ્યારે યર એન્ડિંગ ચાલે છે અને ઓડિટની કામગીરી ચાલી રહી છે. જેમાં જેટ એરવેઝમાં મોટાં પાયે ગેરરીતિઓ થઈ હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે.
જેટ એરવેઝે એસબીઆઈ પાસે ટૂંકા ગાળાના મૂડી રોકાણ પેટે ૧૫૦૦ રૂપિયાની લોન તરીકે માંગણી કરી છે. આ ભંડોળનો ઉપયોગ કંપની તેની વ‹કગ કેપિટલની જરૂરિયાતને પૂરી કરવા માટે ખર્ચ કરશે. સાથોસાથ કેટલીક ચૂકવણીઓ કે જે બાકી છે તે આપવામાં આવશે. આ લોન માટે જેટ એરવેઝને એવી આશા છે કે ઈતિહાદ એરવેઝ નાણાં મેળવવા માટે જરૂરી ગેરન્ટી આપશે.
નરેશ ગોયલ એરલાઈન્સ પર કાબૂ ધરાવે છે. જેમાં છેલ્લા સતત ત્રણ ક્વાટર્સ જેટલા સમયથી ખોટ જઈ રહી છે. માર્ચથી ડિસેમ્બર સુધીમાં કંપનીએ ૧૦૦૦ કરોડનો દરેક ક્વાટર્સમાં ખોટ કરી હોવાનું જાણવા મળ્યું છે. કંપની ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ૮૦૫૨ કરોડનું દેવું ધરાવે છે. રેટિંગ એજન્સી ઈકરાએ જેટ એરવેઝનું રેટિંગ ડાઉન કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY