સેન્સેક્સમાં ૮ અંકનો ઘટાડો તો નિફ્ટીમાં ૨.૬૫ પોઈન્ટનો વધારો
મુંબઈ,તા.૩૧
વર્ષના અંતિમ દિવસે અને ઉઘડતા સપ્તાહે શેરબજારની તેજી સાથે શરૂઆત થયા બાદ મિશ્ર સેન્ટિમેન્ટસ જોવા મળ્યા હતા. દિવસભરના કામકાજને અંતે શેરબજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ ડાઉન અને નિફ્ટી અપ જાવા મળ્યો હતો. શેરબજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સમાં ૮.૩૯ પોઈન્ટની પછડાટ સાથે ૩૬૦૬૮.૩૩ની સપાટી પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૨.૬૫ પોઈન્ટનો વધારો થતાં ૧૦૮૬૨.૫૫ની સપાટી પર બંધ થતો જાવા મળ્યો હતો. પીળી ધાતુ સોનાએ વર્ષના અંતિમ દિવસે ચમક ગુમાવી હતી. સોનું એક સમયે પ્રતિ ગ્રામ ૨૧૧ રૂપિયા જેટલી કિંમતો નીચી આવી હતી. પછી બપોરે સાડા ત્રણ વાગે ૧૯૯ જેટાલ ઘટાડા સાથે ૩૧૩૯૯ પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરતું જાવા મળ્યું હતું. જ્યારે ચાંદીમાં રૂપિયા ૧૪નો વધારો થતાં ૩૮૭૨૦ પ્રતિ કિલોગ્રામના ભાવ પર ટ્રેડ કરતી જાવા મળી હતી. ક્રુડની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો. જ્યારે રૂપિયો ૦.૧૯ પૈસા નબળો બનતાં ૬૯.૭૫ પર ટ્રેડ કરતો જાવા મળ્યો હતો.
વર્ષ ૨૦૧૮ના અંતિમ દિવસે શેરબજારે વધાવતા સકારાત્મક સેન્ટિમેન્ટસ દાખવ્યા હતા. શેર બજાર ખૂલ્યું ત્યારે ૧૬૨ પોઈન્ટનો ઉછાળો જાવા મળ્યો હતો. સેન્સેકસ ૧૬૨.૪૭ પોઈન્ટ અને નિફ્ટી ૪૧.૧૫ પોઈન્ટની મજબૂતી સાથે અનુક્રમે ૩૬,૨૩૯.૧૯ અને નિફ્ટી ૧૦૮૨૦.૯૫ પોઈન્ટના સ્તર પર ખૂલ્યો હતો.
મોટાં ભાગના એશિયાઈ બજારો બંધ જાવા મળ્યા હતા. નિક્કેઈ બંધ રહ્યો હતો. હૈંગસેંગ કામ કરતો જાવા મળ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




