મોંઘવારી જમીનથી આકાશ સુધી પહોંચી પણ માણસાઈ આજે પણ સસ્તી : બીગ બી

0
190

મુંબઈ,તા.૧૦
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને દરરોજ ટ્‌વીટ કરતા હોય છે. સામાન્ય રીતે તેઓ કિયારેય વિવાદાસ્પદ મામલાઓમાં પોતાનું મંતવ્ય આપતા હોય છે તો કિયારેક પ્રેરણાત્મક સુવિચાર શેર કરતા હોય છે. ગુરૂવારે શહેનશાહે બે ટ્‌વીટ કર્યા હતા જેમાંથી એક મોંઘવારી પર અને બીજું માણસની સમજણ સંબંધિત હતું.
અમિતાભ બચ્ચને કહ્યું કે ‘એમાં કોઈ બેમત નથી કે મોંઘવારી જમીનથી લઈને આકાશ સુધી પહોંચી ગઈ છે, તેમ છતા માણસની માણસાઈ આજે પણ સસ્તી જ છે.’ તેમનું આ ટ્‌વીટ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.
અન્ય એક ટિવટમાં તેમણે કહ્યું કે ‘લોકોએ સમજવાનું ઓછું કરી દીધું છે અને સમજાવવાનું વધારી દીધું છે. તેથી વાત-વાતમાં સંમત થવાની જગ્યો આપણે એક-બીજા સાથે ઝઘડી પડીએ છે….’ આ બંને ટ્‌વીટથી તેમણે તાજેતરની પરિસ્થિતિને ખૂબ જ સુંદર રીતે અને સરળતાથી વ્યક્ત કરી દીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY