દિગ્ગજ કલાકારોને અભિનય શીખવનારા રોશન તનેજાનું નિધન

0
6

મુંબઈ,તા.૧૧
ફિલ્મ જગતના ઘણા પ્રખ્યાત કલાકારોને અભિનય શીખવનારા એક્ટિંગ ગુરુ રોશન તનેજાનું નિધન થયું હતું. આ માહિતી તેમના પરિવારના સભ્યોએ આપી હતી. ૮૭ વર્ષીય રોશને શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, જયા બચ્ચન, અનિલ કપૂર અને શત્રધ્ન સિંહા જેવા હિન્દી ફિલ્મ જગતના અનેક કલાકારોને અભિનય શીખવ્યો હતો. રોશનના પુત્ર રોહિત તનેજાએ શનિવારે સવારે જણાવ્યું કે મારા પિતાનું શુક્રવાર રાત્રે ૯.૩૦ વાગ્યે નિંદ્રામાં જ મૃત્યુ થયું છે. તેઓ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.
શબના આઝમીએ શોક વ્યક્ત કરતા ટ્‌વીટ કર્યું છે કે રાત્રે રોશન તનેજાના નિધનના ખરાબ સમાચાર મળ્યા. તેઓ એફટીઆઇઆઇમાં મારા ગુરુ અને એકમાત્ર એવા માણસા હતા જેમના હું ચરણસ્પર્શ કરતી હતી.
અભિનેતા રાકેશ બેદીએ લખ્યું કે આ મારા માટે અત્યંત દુઃખદ દિવસ છે. મારા ગુરુ રોશન તનેજાનું નિધન થયું છે. મારી કારકિર્દી બનાવવા માટે હું તેમનો ખૂબ ખૂબ આભારી છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY