ન્યુ દિલ્હી,તા.૧૭
યોગ ગુરૂ બાબા રામદેવે દાવો કર્યો છે કે જા સરકાર રજા આપેતો દેશમાં પેટ્રોલ ૩૫થી ૪૦ રૂપિયે લીટર વેચી શકે છે. દેશમાં જ્યાં એક લીટર પેટ્રોલની કિંમત ૯૦ રૂપિયા છે, બાબા રામદેવે અડધી કિંમત જણાવી છે. બાબા રામદેવે દાવો કરતા કહ્યું છે કે સરકાર તૈયાર થાય તો તેઓ ૩૦થી ૩૫નું લીટર પેટ્રોલ વેચશે. બાબા રામદેવે પેટ્રોલ-ડીઝલને જીએસટીના ૫ ટકાના સ્લેબમાં સમાવેશ કરવાની વાત કરી હતી.
એક ચેનલની સાથે વાતચીત કરતા બાબા રામદેવે પેટ્રોલ -ડીઝલ પર ફોર્મ્યુલા આપી હતી. બાબાએ જણાવ્યુ હતુ કે સામાન્ય માણસ પર ભાવ વધારાની વધુ અસર થાય છે. બાબાએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલને જીએસટીના ૨૮ ટકાના સ્લેબમાં મુકવામાં આવશે તો કિંમત ક્્યારેય ઘટશે નહી.
દેશમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા મોદી સરકાર સામે વિકટ પરિસ્થિતિ છે. એક બાજુ વૈશ્વીક મુદ્રા માર્કેટમાં ડાલર સામે રૂપિયો ગગડી રહ્યો છે. કમજાર રૂપિયા સામે ક્રૂડ ઓઇલને ખરીદવા વધારે ડાલરનો ખર્ચ કરવો પડે છે.
જા મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ફક્ત ૧ રૂપિયો પણ ઘટાડે તો રાજ્યને ૧૪,૦૦૦ કરોડનું નુકસાન થશે. જાવાનું એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે કે કેમ?
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




