‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ની કમાણી રૂ. ૫૦ કરોડને પાર પહોંચી

0
19

મુંબઈ,તા.૧૬
ડેબ્યુ એક્ટ્રેસ અનન્યા પાંડે, તારા સુતરિયા અને ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ની કમાણી બુધવારે ૫૦ કરોડ રૂપિયાની કમાણીને પાર ગયો છે. ફિલ્મે બુધવાર સુધીમાં કુલ ૫૩.૮૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ શુક્રવારે ૧૦ મેના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મની પહેલા દિવસની કમાણી ૧૨.૦૬ કરોડ રૂપિયા હતી. ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મોમાં પહેલા દિવસે ૧૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મોના લિસ્ટમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ પાંચમા સ્થાને છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’ને કરણ જાહરે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મને પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે.
ટાઇગર શ્રોફની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘બાગી ૨’ (૨૦૧૮) છે. તેની પહેલા દિવસે કમાણી ૨૫.૧૦ કરોડ રૂપિયા હતી. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ ફિલ્મ ૧૨.૦૬ કરોડ રૂપિયાની કમાણી સાથે ટાઇગરની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. ટાઇગરના આ લિસ્ટમાં તેની ફિલ્મ ‘બાગી’ (૨૦૧૬) ૧૧.૯૪ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાન પર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY