મુંબઈ,તા.૧૬
ટાઇગર શ્રોફ અત્યારે સક્સેસફુલ તબક્કામાં છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’ના આ એક્ટરના હાથમાં અત્યારે અનેક મજેદાર ફિલ્મ્સ છે. તેના કેટલાક હોલિવૂડ પ્રોજેક્ટ્સ પણ પાઇપલાઇનમાં હોવાનો કેટલાક રિપોટ્ર્સમાં દાવો કરવામાં આવ્યો છે.
હવે એક રિપોર્ટ અનુસાર આ એક્ટરનો એક સ્પોટ્ર્સ ડ્રામા માટે એપ્રોચ કરવામાં આવ્યો છે. જે ફૂટબોલર બાઇચુંગ ભૂટિયાના જીવન પર આધારિત રહેશે. રિપોટ્ર્સમાં જણાવાયું છે કે, આ ફિલ્મમાં બાઇચુંગનાં સંઘર્ષોથી તેમનાં સપનાં સાકાર કરવા સુધીની જર્ની પર પ્રકાશ પાડવામાં આવશે. આ ફિલ્મમાં તેની પર્સનલ લાઇફમાં આવેલા ઉતાર ચઢાવ પર પણ ફોકસ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



