મુંબઈ,તા.૧૮
યુવાન ખેલાડી પૃથ્વી શાએ કહ્યું હતું કે તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં તેણે મહાન ક્રિકેટરો રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી પાસેથી માનસિક બાબતમાં ઘણું શીખવા મળ્યું હતું. પૃથ્વી આઈ. પી. એલ.માં દિલ્હી કેપિટલ્સ વતી તે બંને ભૂતપૂર્વ કેપ્ટનના માર્ગદર્શન હેઠળ રમ્યો હતો, જ્યાં પોન્ટિંગ ટીમનો કોચ અને ગાંગુલી સલાહકાર હતો.
“મને રિકી સર અને સૌરવ સર પાસેથી માનસિક બાબતમાં ઘણું શીખવા મળ્યું હતું જેઓ ૧૫-૨૦ વર્ષનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો અનુભવ ધરાવે છે, એમ પૃથ્વીએ અહીં પત્રકારો જાડેની વાતચીતમાં કહ્યું હતું. પૃથ્વી હાલ મુંબઈ ક્રિકેટ એસોસિયેશનની ટી-૨૦ મુંબઈ લીગમાં નોર્થ મુંબઈ પેન્થર્સની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




