કરીનાનો ઘટસ્ફોટ : ‘તૈમુરને નથી મળતા મોંઘાદાટ કપડાં’

0
6

મુંબઈ,તા.૧
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દીકરો તૈમુર નામની વયથી જ સુપરસ્ટાર બની ગયો છે. તૈમુરની કોઈ પણ તસવીર સોશિયલ મીડિયામાં આવતા જ વાઇરલ થઈ જાય છે. માર્કેટમાં તૈમુરની ઢીંગલીઓ પણ વેચાય છે અને આવું સ્ટારડમ કોઈ સ્ટારકિડને નથી મળ્યું. જાકે તૈમુરને આટલું સ્ટારડમ મળ્યું હોવા છતાં તેને મોંઘાદાટ કપડાં પહેરવા નથી મળતા. આ વાતનો ખુલાસો તૈમુરની માતા કરીના કપૂર ખાને કર્યો છે. કરીનાએ હાલમાં મિસ માલિનીને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે જેમાં તેણે કહ્યું છે કે તે તૈમુરને સામાન્ય કપડાં જ પહેરાવે છે.
કરીના કપૂર ખાને જણાવ્યું છે કે ”હું તૈમુર અલી ખાન માટે ઝારા, એડિડાસ અને એચ.એન.એમ.માંથી શોપિંગ કરું છું. હું તેને ગુચ્ચી અને પરાડાના કપડાં નથી પહેરાવતી. તે પોતે પૈસા નથી કમાતો અને તેના માતા-પિતા તેના માટે કપડાં ખરીદવા માટે બહુ કામ કરે છે. મારા માતા-પિતાએ પણ હું જ્યાં સુધી કમાતી નહોતી થઈ ત્યાં સુધી મને બ્રાન્ડેડ કપડાં નહોતા પહેરાવ્યા.”
સૈફીનાના દીકરા તૈમુરની તસવીર રોજ સોશિયલ મીડિયામાં વાઇરલ બને છે. સૈફ અને કરીના બંને માને છે કે તૈમુરને હરવા અને ફરવાનો પુરતો હક છે. અમે બંને પ્રયાસ કરીએ છીએ કે તૈમુર પર અમારા સ્ટારડમની અસર ન પડે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY