માધુરી દીક્ષિતની બાયો-ફિલ્મ પર આલિયા ભટ્ટ કામ કરે તેવી અટકળો

0
5

મુંબઈ,તા.૨૧
મોખરાની અભિનેત્રી ડાન્સર માધુરી દીક્ષિતની બાયોફિલ્મ બનાવવાનો વિચાર એક પ્રતિષ્ઠિત ફિલ્મ સર્જક કરી રહ્યા હોવાની વાતો વહેતી થઇ હતી.
માહિતગાર વર્તુળોએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું કે વાત સાચી છે. અત્યારે માત્ર સક્રિય વિચાર કરાઇ રહ્યો છે. માધુરી પોતે પણ એક ફિલ્મ કંપની ધરાવે છે એટલે આ વિચાર સાકાર થાય તો માધુરી પોતે પણ સહનિર્માત્રી હશે. અત્યારે તો માધુરીના જીવનના કયા કયા પ્રસંગોને સ્ક્રીપપ્ટમાં કેટલું મહત્વ આપવું એની વિચારણા થઇ રહી છે. માધુરી પોતે પણ હજુ બોલિવૂડમાં સક્રિય છે.
જો કે માધુરીનો રોલ કઇ અભિનેત્રીને આપવો એ સવાલ એક પ્રકારનો પડકાર હશે. અબોધ ફિલ્મથી અભિનય કારકિર્દી શરુ કરનારી માધુરી જે રીતે ટોચની અભિનેત્રી બની રહી એે કથા પણ ઓછી રોમાંચક નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY