‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’થી કરીના કપૂર ટેલિવીઝન ક્ષેત્રે ડેબ્યુ કરશે

0
3

મુંબઈ,તા.૨૭
બોલીવુડ એકટ્રેસ કરીના કપૂર ખાન ટેલિવીઝન ક્ષેત્રે ડેબ્યુ કરવા જઈ રહી છે વાતની ચર્ચાઓએ મે મહિનાથી ક્્યાસ લગાવવામાં આવી રહ્યો હતો. કરીનાને નાના પડદે જાવા માટે તેના પ્રશંસકો હાલ ખુબજ આતુર છે. પ્રશંસકોની આ ઇચ્છા પૂરી થવાની છે. કરીના કપૂર ટુંક સમયમાં રિયાલીટિ શોમાં જજની ભૂમિકા નિભાવવાની છે.
કરીના ઝી ટીવીના હિટ રિયાલિટી ડાન્સ શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન ૭’માં ડાન્સરને જજ કરતી નજર આવશે. કરીના સિવાય કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ અને રૈપર રફ્તાર આ શોમાં જજ રહેશે.
ઝી ટીવીએ ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોનો મચઅવેટેડ પ્રોમો શેર કર્યો છે. શોના પ્રોમોમાં કરીના કપૂર યુસુફ અલ જાસ્મીનું ડિઝાઈનર આઉટફિટ પહેર્યુ છે. પ્રોમોમાં કરીનાને ગાતા અને ડાન્સ કરતા જોઈ શકશો. બોસ્કો માર્ટિસ અને રફ્તાર પણ કરીના સાથે ડાન્સ કરતા જાઈ શકાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY