વડોદરા,તા.૪
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની આવતીકાલે તા ૫મીએ યોજાનાર ચૂંટણી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની આવતીકાલે શનિવારે બે તબક્કામાં ચૂંટણી યોજાશે.જેમાં પહેલા તબક્કામાં એક તાલુકાના ૯ એમ ૮ તાલુકા સંઘના કુલ ૭૨ ઉમેદવારો ચૂંટાશે,જ્યારે બીજા તબક્કામાં જિલ્લા સંઘના કુલ ૧૩ હોદેદાર ચૂંટાશે.
ચૂંટણી અધિકારી એલ.ડી જાદવ કહ્યું હતું કે,દરેક તાલુકા મથક ની શાળામાં જિલ્લા અને તાલુકા સંઘની બે અલગ અલગ પેટી મુકવામાં આવશે. મતદાર શિક્ષકે તાલુકા સંઘ ના ૯ અને જિલ્લા સંઘના ૧૩ મત આપવાના રહેશે.બપોરે ચાર વાગ્યે મતદાન પૂરું થયા બાદ દરેક તાલુકા મથકે તાલુકા સંઘના હોદ્દેદારોની મતગણતરી કરવામાં આવશે અને તેનું પરિણામ મોડી સાંજે જાહેર કરવામાં આવશે.જ્યારે જિલ્લા સંઘની મતપેટીઓ છાણી ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવશે અને ત્યાં તારીખ ૬ઠ્ઠી એ રવિવારે સવારે ૯ વાગે મતગણતરી થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



