સીરિયામાં ઇફ્તાર સમયે કારમાં વિસ્ફોટ : ૧૭ના મોત,૨૫ ઘાયલ

0
5

દમિશક,તા.૩
સીરિયાના અઝાઝ શહેરમાં રવિવારે સાંજે વિસ્ફોટકથી ભરેલી કારમાં વિસ્ફોટ થતાં ચાર બાળકો સહિત ૧૭ લોકોના મોત અને ૨૫ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુનો આંકડો વધવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ વિસ્ફોટ શહેરના મધ્ય વિસ્તારમાં મસ્જિદ નજીક ઇફ્તાર દરમિયાન થયો હતો. અઝાઝ શહેર તુર્કી સમર્થક સીરિયાઇ વિદ્રોહિના કબજામાં છે. હાલમાં આ હુમલાની કોઈએ જવાબદારી લીધી નથી.
રવિવારે ઇઝરાયલ તરફથી સીરિયા પર કરાયેલા રોકેટ હુમલામાં પણ ૧૦ લોકોના મોત થયા હતા. આ જવાબી હુમલો હતો. આ અગાઉ સીરિયા તરફથી ઇઝરાઇલ પર બે રોકેટ દ્વારા હુમલો કરાયો હતો. બ્રિટન સ્થિત મોનિટરીંગ સંસ્થા ‘સીરિયન આૅબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્‌સ’ અનુસાર સિરિયન હુમલામાં પાંચ નાગરિકો અને પાંચ સૈનિકોના મોત થયા હતા.
સીરિયાએ ઇઝરાઇલના કબજા વાળા ગોલન હાઇટ્‌સ પર શનિવારે મોડી રાત્રે બે રોકેટ દ્વારા હુમલો કર્યો હતો. તેમાંથી એક ઇઝરાઇલી સરહદમાં જઇને પડ્યો હતો. આ હુમલા પર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યુ હતું કે અમે અમારી સરહદ પર હુમલો સહન નહીં કરીએ અને કોઈ પણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY