અભિષેકની શાહરૂખને અપીલઃ ‘હેપ્પી ન્યૂ યર’ની સિક્વલ બનાવો

0
24

મુંબઈ,તા.૩
અભિનેતા અભિષેક બચ્ચને બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાનને એવી વિનંતી કરી હતી કે તમારે ૨૦૧૪માં રજૂ થયેલી હેપ્પી ન્યૂ યરની સિક્વલ બનાવવી જાઇએ.
આ ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, બોમન ઇરાની, સોનુ સૂદ, વિવાન શાહ વગેરે ચમક્યાં હતાં. જો કે આ ફિલ્મ જાયા પછી જયા બચ્ચને એમ કહીને વિવાદ સર્જ્યો હતો કે આ ફિલ્મ બકવાસ છે. નારાજ થયેલા શાહરુખ ખાને કહ્યું હતું કે એમ તો અમર અકબર એન્થની પણ બકવાસ ટાઇપની ફિલ્મ હતી.
જો કે અમિતાભ બચ્ચને વાતને વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો અને શાહરુખ ખાનને સારી કહ્યું હતું. કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક ફારાહ ખાને આ ફિલ્મનું ડાયરેક્શન કર્યુ હતું અને ફિલ્મ હિટ નીવડતાં એની સિક્વલ બનાવવાની વાત વહેતી કરી હતી. પરંતુ ત્યારબાદ આ સિક્વલ અંગે કોઇ સમાચાર મલ્યા નહોતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY