ન્યુ દિલ્હી,તા.૩
રિટાયર્ડ ચીફ જસ્ટીસ આરએમ લોઢા સાથે છેતરપિંડી કરવામાં આવી છે. હેકર્સે તેમને એક લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. હેકર્સે તેમના મિત્ર રિટાયર્ડ બીપી સિંહનું ઈમેલ એકાઉન્ટ હેક કર્યું હતું. તેમાંથી મેલ મોકલીને મેડિકલ ઈમરજન્સી માટે લોઢા પાસેથી મદદ માંગી હતી. મેલ દ્વારા બંને વચ્ચે સતત વાતચીત થઈ રહી હતી. બાદમાં લોઢાએ હેકર્સે મોકલેલા બેંક એકાઉન્ટ નંબર પર એક લાખ રૂપિયા મોકલી આપ્યા હતા.
બાદમાં જસ્ટિસ લોઢાને જાણ થઈ કે તેમની સાથે બીપી સિંહના નામે છેતરામણી થઈ ગઈ છે. આ ઘટના એપ્રિલ મહિનામાં બની હતી. જ્યારે રિટાયર્ડ જસ્ટિસ સિંહે તેમનું મેલ એકાઉન્ટ હેક થઈ હોવાની ફરીયાદ પોલીસમાં કરી ત્યારે સમગ્ર ઘટના પરથી પરદો ઉઠ્યો હતો.
૬૯ વર્ષના લોઢા ભારતના ૪૧માં ચીફ જસ્ટિસ રહી ચુકવ્યા છે. પૂર્વ રાષ્ટÙપતિ પ્રણવ મુખરજીએ તેમને જસ્ટિસ તરીકે પસંદ કર્યા હતા. આ પહેલા તેઓ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




