મુંબઈ,તા.૩
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘એમેઝોન પ્રાઈમ’ પર રિલીઝ થયેલી ઓરિજિનલ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ના બીજા ભાગનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે. વેબ સિરીઝમાં ‘ગુડ્ડુ-બબલુ’ની બહેન ‘ડિમ્પી પંડિત’નો રોલ પ્લે કરનાર હર્ષિતા ગૌરે જણાવ્યું કે, મારા માટે આ સિરીઝનું શૂટિંગ ખૂબ જ મુશ્કેલીભર્યું છે. એક્ટ્રેસ મુંબઈ બહાર કામ માટે આવ-જો કરી રહી છે માટે વેબ સિરીઝનું શૂટિંગ તેના માટે સરળ નથી.
હર્ષિતાએ જણાવ્યું કે, ‘મિર્ઝાપુર ૨નું શૂટિંગ ક્રેઝી લેવલ પર ચાલી રહ્યું છે, મારા માટે તો ખરું જ. મને સેટ પર શૂટિંગ દરમ્યાન ગોઠણમાં ઇજા થઇ છે. હું કામ માટે બહાર ટ્રાવેલિંગ કરી રહી છું અને ત્યારબાદ સીધી મુંબઈમાં મિર્ઝાપુર ૨ના સેટ પર શૂટિંગ માટે પહોંચું છું.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





