એફિલ ટાવરથી આશરે ૩૫ મીટર ઉંચો હશે,આશરે ૧૧૦૦ કરોડનો ખર્ચ થશે
શ્રીનગર,તા.૫
જમ્મૂ-કાશ્મીરમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઉંચો રેલવે પુલ બનાવવામાં આવી રહ્યો છે. આની ઉંચાઈ એફિલ ટાવરથી આશરે ૩૫ મીટર વધારે હશે. દુર્ગમ ક્ષેત્રમાં આશરે ૧૧૦૦ કરોડ રુપિયાના ખર્ચથી બનવવામાં આવી રહેલા અર્ધ ચંદ્રાકાર જેવા આ પુલના નિર્માણમાં ૨૪૦૦૦ ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવશે અને આ નદીના તળથી ૩૫૯ મીટર ઉંચો હશે. એફિલ ટાવર માત્ર ૨૭૩ મીટર ઉંચો છે. આ પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ બેઈપેન નદી પર બનેલા ચીનના શુઈબાઈ રેલવે પુલનો રેકોર્ડ તોડશે.
આ પુલ ૨૬૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વાળી હવાને પણ સહી શકશે. આ પુલ પર બ્લાસ્ટની પણ કોઈ અસર નહી થાય. એન્જિન્યરિંગનો આ અદભૂત નમૂનો બક્કલ(કટરા) અને કૌડી (શ્રીનગર)ને જોડશે. આ પુલ કટરા અને બનિહાલ વચ્ચે ૧૧૧ કિલોમીટરના વિસ્તારને જાડશે જે ઉધમપુર, શ્રીનગર-બારામૂલા રેલ લિંક પરિયોજનાનો ભાગ છે.ચિનાબ બ્રિજ બનાવવામાં હેગિંગ આર્ચનો ઉપયોગ થઈ રહ્યો છે. આર્ચ ગત વર્ષે જ બનાવવામાં આવી હતી. આ પુલ ઓનલાઈન મોનીટરિંગ એન્ડ વો‹નગ સિસ્ટમથી લેસ હશે. આ બ્રિજના નિર્માણમાં ૨૯ હજાર મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. ૫૨ કિલોમીટર લાંબા આ પુલમાં ૧૭ ટનલ અને ૨૩ બ્રિજ છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પ્રોજેક્ટ ૩૪૫ કિમી લાંબો છે. આ પ્રોજેક્ટનો એક ભાગ કે જે કટરાથી ધરમ વચ્ચે ૧૦૦ કિમી લાંબો છે તેમાં ૫૨ કિમીનો રેલમાર્ગ કોંકણ રેલવે બનાવી રહ્યું છે.
પરિયોજના સાથે જાડાયેલા રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ મામલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પુલનું નિર્માણ કાશ્મિર રેલ લિંક પરિયોજનાનો સૌથી પડકારરુપ ભાગ છે અને આ પૂર્ણ થયા બાદ એન્જિન્યરિંગનો એક અદભૂત નમૂનો બની જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





