રામપુર,તા.૬
સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તરપ્રદેશના રામપુર લોકસભા બેઠકના ઉમેદવાર આઝમ ખાન પોતાના નિવેદનોના કારણે હંમેંશા ચર્ચામાં રહે છે. તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘મોદીની સેના’ એવા કરેલા નિવેદનથી ચૂંટણી પંચ પર ટિપ્પણી કરી છે. યોગી આઝમ ખાનના મતે આદિત્યનાથે એમ કહ્યું હતું કે મોદીનું સૈન્ય, મુખ્તાર અબ્બાસ નકવી પણ આ જ બોલ્યા હતા પરંતુ ચૂંટણી પંચે કોઈ પગલાં ભર્યા નથી. કલ્યાણ સિંહ વિરુદ્ધ પણ ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી કરી નથી. પરંતુ જ્યારે મેં કહ્યું હતું કે અમે બોર્ડર પર અંતિમ શ્વાસ સુધી સુરક્ષા કરીશું તો ચૂંટણી પંચે મારી જીભ કાપી નાખી. આ કેવો ન્યાય છે?
યોગી આદિત્યનાથે ગાઝિયાબાદની રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસના લોકો આતંકવાદીઓને બિરયાની ખવડાવે છે અને ‘મોદીજીની સેના’ તેમને માત્ર ગોળીઓ જ આપે છે. આ બંને વચ્ચે અંતર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાતની કોમેન્ટ બાદ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ એમ જ કહ્યું હતું. તેમણે ઉત્તર પ્રદેશના રામપુરમાં કહ્યું કે ‘મોદીની સેના’ તો આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારશે. જોકે, બંને નેતાઓને ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી ચૂકી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





