મુંબઇ,તા.૯
સિનેમાઘરોમાં હાઉસફુલ શા બાદ સલમાન ખાનની ફિલ્મ ભારતે ચાર દિવસમાં જ ૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે. સલમાન ખાન અને કેટરિના કૈફની જાડીનો જાદુ ફેન્સનાં માથે ચડીને બોલી રહ્યો છે. તેને કારણે જ મૂવી બાક્સ ઓફિસ ઉપર નવા રેકોર્ડસ કાયમ કરી રહી છે. સલમાનખાનની ભારત તેની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મૂવી છે.
ફિલ્મની પહેલા દિવસની કમાણી ૪૨.૩૦ કરોડ રૂપિયા હતી, જેણે તેની જ ફિલ્મ “પ્રેમ રતન ધન પાયો” (૪૦.૩૫ કરોડ)નો રેકોર્ડ તોડ્યો હતો. બીજા દિવસે ૩૧ કરોડ અને ત્રીજા દિવસે ૨૨.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરીને ભારતે થિયેટરમાં તેની મજબૂત પકડ બનાવી રાખી છે. ફિલ્મે ચોથા દિવસે લગભગ ૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે રિપોર્ટ મુજબ મૂવીએ અત્યાર સુધીમાં લગભગ ૧૩૦.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
૧૦૦ કરોડના ક્લબમાં સૌથી વધારે ફિલ્મો અત્યાર સુધી સલમાન ખાનની રહી છે. સલમાનની કુલ ૧૪ ફિલ્મોએ ૧૦૦ કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. જેમાંથી ૩ ફિલ્મો તો એવી છે, જેની કમાણી ૩૦૦ કરોડને પાર જતી રહી છે. જ્યારે બે ફિલ્મોએ ૨૦૦ કરોડ રૂપિયાની લાઈન ક્રોસ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




