અમિતાભ બચ્ચનની દોહિત્રી અને જાવેદ જાફરીના પુત્ર વચ્ચે ઇલુ-ઇલુ..?!!

0
7

મુંબઈ,તા.૧૧
જાવેદ જાફરીના દીકરા મિજાને અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથેના લિંક-અપ પર પહેલી જ વાર સ્પષ્ટતા કરી છે. છેલ્લાં બે વર્ષથી મિજાન તથા નવ્યા વચ્ચે અફેર હોવાની વાતો મીડિયામાં થાય છે. મે, ૨૦૧૮માં આ બંનેની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં બંને પાર્ટીમાં એકદમ ક્લોઝ જાવા મળ્યાં હતાં. આ પહેલાં જુલાઈ, ૨૦૧૭માં બંને કારમાં સાથે જાવા મળ્યાં હતાં. ત્યારથી જ બંને વચ્ચે અફેર હોવાની વાતો થવા લાગી હતી.
પાંચ જુલાઈના રોજ રિલીઝ થનારી ફિલ્મ ‘મલાલ’થી મિજાન ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન મિજાને નવ્યા સાથેના ડેટિંગ અંગેના સવાલ પર જવાબ આપતા કહ્યું હતું કે તેઓ એક જ ફ્રેન્ડ સર્કલમાંથી આવે છે. તે તેની બહેનની સારી મિત્ર છે અને તેની પણ છે. તે કોઈની સાથે રિલેશનશીપમાં નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY