સુરત,તા.૧૦
સ્મીમેર હોસ્પિટલની રેસીડેન્ટ તબીબે ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કરતા એચઓડી સહિતનો સ્ફાટ દોડતો થઈ ગયો હતો. હાલ રેસીડેન્ટ તબીબીને આઈસીયુમાં ખસેડવામાં આવી છે. જોકે, હાલ આપઘાતનો પ્રયાસ કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં કિરણ(ઉ.વ.૨૩)(નામ બદલ્યું છે) રહે છે. અને રેસીડેન્ટ તબીબ તરીકે સ્મીમેર હોસ્પિટલમાં કામ કરે છે. ગત રોજ ત્રીજા માળે ઈએનટી(કાન-નાક-ગળા) વોર્ડમાં કિરણે સાતથી આઠ ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. સાથી તબીબોને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં તેને હાલ આઈસીયુમાં રાખી સારવાર આપવામાં આવી રહી છે. માનસિક તણાવ અને વર્ક લોડના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



