આર કે સ્ટુડિયો બાદ કમાલિસ્તાન સ્ટુડિયો વેચાયો

0
5

મુંબઈ,તા.૧૧
૭૧ વર્ષ જૂના આર કે સ્ટુડિયો વેચાયા બાદ હવે મુંબઈનો અન્ય એક ઐતિહાસિક સ્ટુડિયો કમર્શિયલ પ્રોપર્ટીમાં રૂપાંતરિત થશે. ૬૦ વર્ષ જૂનો કમાલ અમરોહી સ્ટુડિયો જે કમાલિસ્તાન સ્ટુડિયોના નામથી લોકપ્રિય છે. તે વેચાઈ ગયો છે. આ સ્ટુડિયોમાં હિંદીની અનેક ક્લાસિક ફિલ્મ્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૧૫ એકરમાં બનેલા આ સ્ટુડિયોને તોડીને દેશની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બનાવવામાં આવશે. આ સ્ટુડિયો ડીબી રિયાલિટી તથા બેંગાલુરુ સ્થિત આરએમઝેડ કોર્પોરેશને સાથે મળીને ખરીદ્યો છે. સૂત્રોના મતે, અહીંયા બનતી કોર્પોરેટ બિલ્ડિંગનું નામ એસ્પાયર રાખવામાં આવે તેવી શકિયતા છે.
કમાલિસ્તાન સ્ટુડિયોની સ્થાપના ૧૯૫૮માં કમાલ અમરોહીએ કરી હતી. આ સ્ટુડિયોમાં ‘મહલ’ (૧૯૪૯), ‘પાકિઝા’ (૧૯૭૨) તથા ‘રઝિયા સુલ્તાન’ (૧૯૮૩), ‘અમર અકબર એન્થોની’, ‘કાલિયા’ જેવી ફિલ્મ્સ શૂટ કરવામાં આવી હતી.
ઓક્ટોબર, ૨૦૧૦માં કમાલ અમરોહીના ત્રણ દીકરાઓએ કમાલિસ્તાન સ્ટુડિયોનો કેટલોક હિસ્સો ડીબી રિયાલિટી, લુથરિયાસ તથા અવિનાશ ભોસલે ગ્રૂપને ૨૦૦ કરોડમાં વેચ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY