રૂ.૧૭.૯૦ લાખનો વ્યવસાય વેરા પણ વસૂલાયો
સુરત, તા.૧૯
સુરત મહાનગરપાલિકાનાં આકારણી અને વસૂલાત વિભાગ તથા વ્યવસાય વેરા વિભાગ સેન્ટ્રલ ઝોન દ્વારા બાકી મ્યુનિસિપલ વેરા બાબતે સઘન ઝુંબેશ તા.૧૦-૧-૨૦૧૯ થી તા.૧૬-૧-૨૦૧૯ દરમિયાન હાથ ધરતાં બાકી મિલ્કતદારો પૈકી વોર્ડ નં.૧ થી વોર્ડ નં.૧૨માં આવેલ વિસ્તારો નાનપુરા મેઈન રોડ, સગરામપુરા, સલાબતપુરા, બેગમપુરા, હરિપુરા, મહિધરપુરા, સ્ટેશન રોડ, સૈયદપુરા, નાણાવટ, શાહપોરમાં આવેલ ૧૫ મિલ્કતોને સીલ કરવામાં આવેલ તેમજ સદર વેરા વસૂલાત ઝુંબેશ દરમ્યાન કુલ ૫૬,૪૦,૪૬૫ તથા વોટર મીટર પેટે રૂ.૧,૩૦,૩૦૧ તથા વ્યવસાય વેરા વિભાગ દ્વારા રૂ.૧૭,૯૦,૧૦૦નો ઈસી/આરસી વ્યવસાય વેરો વસૂલ કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



