યુનિસેફ પ્રિયંકા ચોપરાને ‘ડેની કાય હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત કરશે

0
6

યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાને ન્યૂયોર્કમાં પ્રતિષ્ઠિત સમારંભ યુનિસેફ સ્નોફ્લેક બોલમાં સન્માનિત કરવામાં આવશે. યુનિસેફ યુએસએએ આ અંગેની જાહેરાત ટ્વિટર પર કરી હતી. પ્રિયંકા ચોપરાને ડેની કાય હ્યુમેનિટેરિયન એવોર્ડ આપવામાં આવશે. આ સમારંભ ડિસેમ્બરમાં યોજવામાં આવશે.
પ્રિયંકાએ આ સન્માનની માહિતી આપતી ટ્‌વીટ પોતાના ટ્વિટર પર શૅર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું, ‘ડિસેમ્બરમાં યુનિસેફ સ્નોફ્લેક બોલ’માં ડેની કાય હ્યુમેનિટેરિયન એવોર્ડથી મને સન્માનિત કરવામાં આવશે. આ માટે હું યુનિસેફ યુએસએની ઘણી જ આભારી છું. દુનિયાના તમામ બાળકો તરફથી તેમની શાંતિ, સ્વતંત્રતા તથા શિક્ષણના અધિકાર માટે યુનિસેફ સાથે કામ કરવું જ મારા માટે બધું છે.’
આ ન્યૂયોર્કના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક છે. જેમાં યુનિસેફ તરફથી માનવતાની ભલાઈ માટે કામ કરનાર લોકોને આ એવોડ્‌ર્સ આપવામાં આવે છે. આ વર્ષે એવોર્ડ ૩ ડિસેમ્બરે યોજાશે. આ એવોડ્‌ર્સના ડ્રેસ કોડમાં બ્લેક ટાઈ ફરજિયાત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY