ક્રૂડના ભાવ ૮૫ ડોલર પ્રતિ બેરલે પહોંચે તો દેશની ખાધ વધીને ૧૦૬.૪ અબજ ડોલર થઈ
મુંબઈ,તા.૬
ક્રૂડની કિંમતોમાં ઓચિંતો વધારો થવાથી ભારતના અર્થતંત્ર પર તે કમ્મરતોડ ફટકો પુરવાર થઈ શકે છે. ક્રૂડના આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ એકાએક વધે તો દેશની ચાલુ ખાતાની ખાધમાં જારદાર વધારો થશે તેમજ ફુગાવો ભડકી શકે છે અને નાણાકીય સ્થિતિ ડામાડોળ થઈ શકે છે તેવું આરબીઆઈએ એક અભ્યાસમાં જણાવ્યું છે.
ભારત તેની કુલ સ્થાનિક જરૂરિયાત પૈકી ૮૦ ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે, પરિણામે આયાત બિલ અધધ ઊંચુ જાય છે. હંમેશા વૈશ્વિક બજારોમાં ક્રૂડના ભાવમાં એકાએક ઊછાળો જાવા મળતો હોય છે. જા આ વખતે પણ ક્રૂડના ભાવમાં ઓચિંતો જમ્પ આવશે તો તે ભારતના ઊંચા વૃદ્ધિ દર પર ફટકા સમાન સાબિત થશે. ચાલુ ખાતાની ખાધ વધવા ઉપરાંત ક્રૂડના ભાવમાં ભડકાથી ફુગાવા અને નાણાકીય ખાધ પર પણ પ્રતિકૂળ અસર થશે.
એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૮ના ગાળામાં આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ૧૨ ટકાનો ઉછાળો જાવા મળ્યો છે. વૈશ્વિક અર્થતંત્રના ચક્રમાં પુનઃસંચાર થતા ક્રૂડની માંગ વધવાથી વર્ષના મધ્ય ભાગમાં કિંમતોમાં ઓચિંતો ઊછાળો આવ્યો છે. આ ઉપરાંત ભૂરાજકીય જાખમોને પગલે પુરવઠો ખોરવાવાની ચિંતાએ પણ કિંમતોમાં ભડકો જાવા મળ્યો છે. નવેમ્બર ૨૦૧૮માં ક્રૂડની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જાવા મળ્યો હતો પરંતુ તેમ છતા ચંચળતા જાવા મળે છે.
આરબીઆઈના અર્થશાસ્ત્રીઓ દ્વારા તૈયાર કરાયેલા આ અભ્યાસમાં વધુમાં એવું જણાવાયું છે કે, અત્યંત ખરાબ સ્થિતિમાં જો ક્રૂડના ભાવ ૮૫ ડોલર પ્રતિ બેરલે પહોંચે તો દેશની ખાધ વધીને ૧૦૬.૪ અબજ ડોલર થઈ શકે છે જે દેશના જીડીપીના ૩.૬૧ ટકા જેટલી છે.
પ્રત્યેક બેરલ પર ૧૦ ડોલરનો વધારો થવાથી ખાધ ૧૨.૫ અબજ ડોલર વધે છે. સામાન્ય રીતે સમજીએ તો આ ખાધ દેશના જીડીપીના ૦.૪૩ ટકા જેટલી થાય છે. જેથી ક્રૂડના પ્રત્યેક બેરલ પર ૧૦ ડોલરનો વધારો થાય તો સીએડી ટુ જીડીપીનો રેશિયો ૪૩હ્વpજ વધશે. અભ્યાસ મુજબ ક્રૂડના ભાવમાં થયેલો બધો જ ઉછાળો ગ્રાહકો પર નાંખવામાં આવે તો તે ફુગાવાને ભડકાવશે. તેનાથી ઉલટું જા સરકાર ક્રૂડના ભાવમાં વધારાને વહન કરે તો નાણાકીય ખાધ ભડકે તેવી સ્થિતિ ઉદ્ભવશે.
સરકાર દ્વારા ટેક્સ અને સબસિડીમાં જા કોઈ ફેરફાર કરવામાં આવશે તો ફુગાવા પર તેની વાસ્તવિક અસરનો અંદાજ તે વખતે જ આવી શકે તેમ છે તેમ આરબીઆઈ અભ્યાસમાં જણાવાયું હતું.
આરબીઆઈ અભ્યાસના મુખ્ય તારણો
– ક્રૂડના ભાવ વધવાથી ચાલુ ખાતાની ખાધ પર પ્રતિકૂળ અસર પડશે
– માત્ર ઊંચા ગ્રોથની મદદથી ચાલુ ખાતાની ખાધનું નુકસાન ભરપાઈ નહીં થાય
– ક્રૂડના ભાવમાં ભડકો કેડ ટુ જીડીપી રેશિયોને ભડકાવશે
– મોંઘવારી (ફુગાવો), નાણાકીય ખાધ પર પણ પ્રતિકૂળ અસર પડશે
– ક્રૂડના વધતા ભાવ ઊંચા વૃદ્ધિદર માટે જાખમકારક સાબિત થશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



