મુંબઈ,તા.૭
સેન્સેકસમાં ઉપરના સ્તરેથી ૧૫૫ અંકનો ઘટાડો આવ્યો છે. નિફટી ઈન્ટ્રા-ડે હાઈમાંથી ૪૪ પોઈન્ટ નીચે આવ્યો છે. જાકે તે ૧૦૮૦૦ના સ્તરે છે. જયારે કારોબાર દરમિયાન સેન્સેકસમાં ૩૮૧ અંકનો વધારો નોંધાયો હતો. તે ૩૬,૦૭૬.૯૫ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીમાં ૧૦૫ અંકનો ઉછાળો આવ્યો છે. તે ૧૦,૮૩૫.૯૫ સુધી ચઢ્યો છે. મજબૂત વિદેશી સંકેતો, ડોલરની સરખામણીમાં રૂપિયામાં મજબૂતાઈ અને ઘરેલું રોકાણકારોની ખરીદીથી બજારમાં તેજી આવી છે.
કારોબાર દરમિયાન સેન્સેકસના ૩૦માંથી ૨૫ અને નિફ્ટીના ૫૦માંથી ૩૮ શેર ફાયદામાં રહ્યાં હતા. એનએસઈ પર ટાટા મોટર્સ અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર ૩ ટકા ચઢ્યા હતા.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અમેરિકા-ચીનની વચ્ચેના ટેરિફ વિવાદ પતાવવાની અપેક્ષાથી વિશ્વભરના રોકાણકારો ખરીદી કરી રહ્યાં છે. ઊંચી ટાઇમ ફ્રેમ ચાર્ટમાં જાઈએ તો બેન્ક નિફટી વીકલી ચાર્ટમાં વધતી જતી ચેનલમાં વધઘટ કરી રહ્યો છે, જેમાં ૨૭,૦૦૦નો વચગાળાનો સપોર્ટ છે અને ૨૭,૫૦૦ની દિશામાં પ્રારંભિક સફર કરી શકે છે, જે ફિબોનાક્કી રિટ્રેસમેન્ટના ૭૮.૬ ટકાની નજીકમાં છે. તેજીના ખેલાડીઓ માટે ડિફેન્સ તરીકે આ મહ¥વની સપાટી છે.
સોમવારે જાપાનના શેરબજાર ઈન્ડેકસ નિક્કેઈમાં ૨.૮૨ ટકાનો વધારો નોંધાયો છે. હોન્ગકોન્ગના હેંગસેંગમાં ૦.૭૬ ટકા અને ચીનના શંઘાઈ કમ્પોઝીટ ઈન્ડેકસમાં ૦.૪૯ ટકાની તેજી આવી છે. અમેરિકાનું ડાઉજાન્સ શુક્રવારે ૩.૨૯ ટકાના વધારે સાથે બંધ થયું હતું.
ડોલરની સરખામણીમાં રૂપિયો સોમવારે ૩૩ પૈસા મજબૂત થઈને ૬૯.૩૯ પર આવી ગયો છે. કારોબારીઓની સરખામણીમાં ડોલરની વેચવાલી વધવાના કારણથી રૂપિયાને સપોર્ટ મળ્યો. રૂપિયો સોમવારે ૬૯.૭૨ પર બંધ થયો હતો.
લોકસભાની ચૂંટણી પહેલાં બજારમાં ઊથલપાથલની આશંકા છે. કારણ કે થોડા સમય પહેલાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોની ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન પછી કેન્દ્રમાં સ્થિર સરકાર અંગેની અટકળો વધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



