ઝેરી દવા પી લેનાર પરિણીતા અને પાંચ વર્ષની દીકરીની હાલત કટોકટ
સુરત, તા. ૧૭
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આસપાસના લોકોને જાણ થતા ત્રણેયને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ïની અને પાંચ વર્ષની બાળકોની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સ્મીમેર હોસ્પિટલ આપઘાત કરનાર નરેન્દ્ર શિવપુરી કોળી (ઉ.વ.૩૦ રહે. અમરોલી કોસાડ આવાસ) એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતા હતા. ગઈકાલે ગુરૂવારના રોજ સવારે નરેન્દ્રભાઈ પત્ની પ્રિયંકા અને માસૂમ દીકરી મૈત્રી સાથે કતારગામ સ્થિત ગુરુકુળ ફરવા ગયા હતા. જ્યાંથી સાંજે પરત ફરી રાત્રીના ભોજન બાદ આખું પરિવાર સૂઈ ગયું હતું. જોકે, આજે વહેલી આખુ પરિવાર ઝેરી દવા પીધેલી હાલતમાં ઘરમાંથી મળી આવતા તાત્કાલિક ઓટો રિક્ષામાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં નરેન્દ્રભાઈને મૃત જાહેર કરાયા હતા. જ્યારે પત્ની પ્રિયંકા અને દીકરી મૈત્રીની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. હાલ અમરોલી પોલીસ આગળની તપાસ કરી રહી છે.
મૂળ યુપીના કોળી સમાજનો પરિવાર કોસાડમાં આવેલા આવાસમાં ઘણા સમયથી રહેતો હતો. દરમિયાન આજે ઝેરી દવા ગટગટાવી આકરું પગલું ભરી લીધું હતું. હાલ તો આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. જોકે, સામૂહિક આપઘાત અંગેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. હવે પછીની પોલીસ તપાસમાં કારણ જાણવા મળવાની શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



