માતાના ગર્ભમાંથી પ્લાસ્ટિક બેબી જન્મતા ડોક્ટર પણ દંગ રહી ગયા

0
5

અલવર,તા.૯
રાજસ્થાનના અલવરની સાહિલ હોસ્પિટલમાં સોમવારના રોજ એક દુર્લભ બાળકનો જન્મ થયો છે. આ બાળક એક દુર્લભ બીમારીથી પીડિત છે. મળતી માહિતી પ્રમાણે ભરતપુર જિલ્લાના સીકરીના રહેવાસી સિમરને આ બાળકને સોમવાર સાંજે ૬.૨૪ મિનિટ પર બાળકને જન્મ આપ્યો. આ બીમારી સાથે જન્મનાર બાળકને કોલાડિયન બેબી કહેવાય છે. આ એક દુર્લભ બીમારી છે.
વાત એમ છે કે જે સમયે મહિલાને પ્રસવની પીડા શરૂ થઇ અને હોસ્પિટલમાં તેની મદદ માટે તેની સાથે હાજર સ્ટાફે જેવું જ બાળકને ગર્ભમાંથી બહાર આવતા જાયું કે ઓપરેશન થિયેટરમાં હાજર તમામ લોકો ગભરાઇ ગયા અને બહાર જતા રહ્યા. એટલે સુદ્ધાં કે પરિવારજનો પણ જાઇને ગભરાઇ ગયા. જન્મના સમયે બાળકના શરીર પર પ્લાસ્ટિક જેવું પડ ચઢેલું હતું અને જેવું જ આ પડ હટવા લાગ્યું કે નવજાત બાળકના શરીરમંથી લોહી નીકળવા લાગ્યું. જા કે ડાકટર દ્વારા બાળકને બચાવી લેવાયું છે.
ત્યારબાદ બાળકને જયપુરની લોન હોસ્પિટલ માટે રેફર કરી દેવાયો. આ અંગે વાત કરતાં ડાકટર્સે કહ્યું આવો કેસ લાખોમાં એક હોય છે. જેને પ્લાસ્ટિક બેબી પણ કહેવાય છે. આ બાળક કોલોડિયોન બીમારીથી પીડાય છે. આ આનુવંશિક બીમારી હોય છે અને યોગ્ય સારવાર મળવા પર આ બીમારીમાંથી સમયની સાથે બરાબર થઇ જાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY