ભજીયા તળવાની સલાહ આપનાર પીએમએ છેવટે અનામત આપી જ દીધુ

0
5

૧૦ ટકા અનામત બિલ પાસ થયા બાદ શિવસેનાનો મોદી સરકાર પર પ્રહાર
મુંબઈ,તા.૧૦
ગરીબ સવર્ણને ૧૦ ટકા અનામત આપવાનું બિલ પાસ થયા બાદ હવે ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ મોદી સરકાર પર જબરદસ્ત હુમલો કર્યો છે. શિવસેના ચેતવણી આપતા કહ્યું કે જો આ ચૂંટણી માટે કરવામાં આવ્યુ હશે તો આ પગલુ તેમના માટે મોંઘુ સાબિત તશે. સરકારના સવર્ણ અનામત પર કટાક્ષ કરતા કહ્યું કે યુવાનોને ભજીયા તળવાની સલાહ આપનાર પ્રધાનમંત્રીએ છેવટે આર્થિક રીતે નબળા વર્ગોને ૧૦ ટકા અનામત આપવુ પડ્યુ.
શિવસેનાએ ગુરુવારે પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કહ્યું કે જ્યારે સત્તામાં બેઠેલા લોકો રોજગાર અને ગરીબીના બે મુખ્ય મોરચાઓ પર નિષ્ફળ થાય છે તો તેમને અનામત કાર્ડ ખેલવુ પડે છે. શિવસેનાએ સંપાદકીયમાં લખ્યુ કે ૧૦ ટકા અનામત બાદ રોજગારનું શું થશે? તમને નોકરી ક્યાંથી મળશે? ૧૫ વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી દર મહિને ૧૩ લાખ વધી રહી છે. ૧૮ વર્ષથી ઓછી વયના સગીરોને નોકરી આપવી ગુનો છે પરંતુ બાળ મજૂરી સતત ચાલુ છે.
શિવસેનાએ લખ્યુ કે દેશમાં રોજગારના દરને સંતુલિત રાખવા માટે દર વર્ષે ૮૦થી ૯૦ લાખ નવા રોજગારોની જરૂર છે પરંતુ આ ગણિત થોડા સમયથી અસંતુલિત છે. સામનાએ કહ્યું કે જો આ અનામત મતો માટે આપવામાં આવ્યુ છે તો આ મોંઘુ પડશે. ૧૦ ટકા અનામત બાદ નોકરીઓ ક્યાં છે? મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવામાં આવ્યુ. પરંતુ નવી નોકરીઓ જ નથી. છેલ્લા બે વર્ષોમાં નોટબંધી, જીએસટી જેવા નિર્ણયોથી નોકરીઓ વધવાના બદલે ઘટી છે. લગભગ દોઢથી બે કરોડ લોકોની નોકરીઓ ગઈ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY